Friday, October 14, 2011

માનનીય મોદી સાહેબને વિનંતી

માનનીય મુખ્ય-મંત્રી, ભાવિ પ્રધાન-મંત્રી અને અમારા કુટુંબના અત્યંત વ્હાલા એવા શ્રી નરેન્દ્ર મોદી સાહેબ,

મારું નામ જિગીષ પરીખ છે. હું અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટીન શહેરમાં સ્થિત છું અને ઇજનેર તરીકે કાર્યરત છું. આ પત્ર લખવા પાછળનો આશય આપને મળવા માટે સમય ફાળવવા વિનંતી મોકલવાનો છે.

મારા આપશ્રી ને મળવાના પ્રયોજનો નીચે પ્રમાણે છે તથા તેમની અગત્યતા મારી અંગત દ્રષ્ટિએ ક્રમાનુસાર ગોઠવેલી છે.
 ૧) આપને એક DVD આપવી છે જેમાં મુંબઈ સ્થિત સમાજના એક એવા ઉપેક્ષિત મહિલા વર્ગની વાત છે કે જેમને વર્ષોથી આપણા દેશના રાજકીય, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓએ અવગણ્યો છે, મને એકદમ દ્રઢ વિશ્વાસ છે કે આ વર્ગની આપણી મૂંગી બહેનોની તકલીફ સમજી શકે એવું કોઈ હોય તો તે માત્ર તમે છો...
૨) મારા સવા વર્ષના દીકરા દ્વિજ પરીખને આપને પગે લગાડવા લાવવો છે. આપના આશીર્વાદ હશે તો આપની જેમ દેશ-સેવામાં જીવન વ્યતીત કરશે.
૩) મારે નવા વિકસાવેલ સાબરમતી રીવર-ફ્રંટ ઉપર એક બેનમૂન આકર્ષણ ઉભું કરવું છે જે અત્યારે દુનિયાના એક જ દેશમાં હયાત છે. તેના વિષે હું આપની સમક્ષ એક નાની રજૂઆત કરવા માંગું છું.

આપનો સમય બહુમૂલ્ય છે તે વાતથી હું સુપેરે પરિચિત છું અને એટલે જ વધુ નહિ માત્ર દસ મિનીટ ફાળવશો તો હું જીવનભર આપનો ઋણી રહીશ. હું ૫ મી ડીસેમ્બરથી ૩૦ ડીસેમ્બર દરમ્યાન ભારતમાં હોઈશ. તે દિવસોમાં તમે કહેશો તે સમયે આપની સમક્ષ હાજર થઇ જઈશ, અડધી રાતે કે વહેલી સવારે.

તા.ક. : મારા દાદા, (મમ્મીના સગા કાકા) શ્રી પરમાનંદ ગાંધીજી ના પુસ્તક વિમોચન તેમ જ ગૌરાંગ મામાના દવાખાનાના ઉદઘાટન વખતે અમેરિકામાં સ્થિત હોવાથી આપને નહીં મળી શકવાનો વસવસો હજુ ઓછો થયો નથી...ખૂબ જ આશા અને લાગણીપૂર્વક આપને આ પત્ર લખું છું.

લિખીતન ,
જિગીષ પરીખ.

No comments:

Post a Comment